National Heritage quiz Rajkot: રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ3.૦ યોજાઈ.

SB KHERGAM
0

National Heritage quiz Rajkot: રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ3.૦ યોજાઈ.

રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે #INTACH દ્વારા #નેશનલ_હેરિટેજ_ક્વિઝ3.૦ નું આયોજન થયું હતું. આ ઇવેન્ટ INTACH રાજકોટ ચેપ્ટર, રાજકોટ સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન, રેડિયો રાજકોટ ૮૯.૬ એફએમ, રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી અને રાષ્ટ્રીય શાળાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. 

વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનની વહેંચણી અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો હતો. આપણા વારસાને અનુલક્ષીને આ સ્પર્ધામાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૮ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૨ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. જેમાં આપણા વારસાનું જ્ઞાન, ઝડપી વિચાર અને ટીમ વર્કનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચનના જવાબ આપવાના હતા તથા બીજું રાઉન્ડ ઓડિયો-વિઝ્યુઅલ રાઉન્ડ હતું, જેમાં ૮ ફાઇનલિસ્ટ નૂરાનિયા ઇંગ્લિશ સ્કૂલ, રાજકુમાર કોલેજ, ટી. એન. રાવ સ્કુલ અને વિઝન સ્કૂલ ૪ ટીમોએ ભાગ લીધો હતો. ટી.એન. રાવ સ્કુલની ટીમમાં સાનવી પાનસુરીયા અને પરિશા ચૌહાણ ધોરણ ૭ માંથી સ્ટેટ લેવલ રાઉન્ડમાં પહોંચ્યા હતા.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top