નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૫ સફળતાપૂર્વક પૂર્ણ
ચીખલી, તા. ૭ ડિસેમ્બર
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ (NJPSS NAVSARI) દ્વારા આયોજિત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચીખલી તાલુકાના સોલધરા, ગોલવાડ તથા કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી.
આ ટુર્નામેન્ટમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા – એમ જિલ્લાના તમામ છ તાલુકાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રોમાંચક ફાઇનલ મેચમાં **ચીખલી તાલુકા**એ વિજય શ્રેય મેળવી ચેમ્પિયન બન્યો, જ્યારે **વાંસદા તાલુકા** રનર્સ-અપ રહ્યો.
વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને NJPSS નવસારીના પ્રમુખશ્રી અજુવેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આકર્ષક ટ્રોફી તથા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અવસરે સંઘના પૂર્વ પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી, હાલ કાર્યરત પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ તથા ચીખલી તાલુકા પ્રમુખશ્રી/ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ ચંદ્રેશકુમાર પટેલ, ખજાનચી ભાવેશકુમાર ટંડેલ, સહમંત્રી ધર્મેશકુમાર પટેલ તથા તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ – હેમંતસિંહ ચૌહાણ (નવસારી), કલ્પેશકુમાર ટંડેલ (ગણદેવી), દિવ્યેશકુમાર ચૌહાણ (ખેરગામ), નિલેશકુમાર પટેલ (જલાલપોર), ભરતભાઈ થોરાટ (વાંસદા) સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટથી શિક્ષકોમાં રમત-ગમતનો ઉત્સાહ અને બંધુત્વની ભાવના વધુ મજબૂત થઈ છે.





