ગૌરી ગામ ખાતે સિઝન–૮ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
આજ રોજ તા. 14/01/2026, બુધવારે ગૌરી ગામ ખાતે ‘જય બજરંગબલી યુવક મંડળ’ તથા ગ્રામ પંચાયત, ગૌરીના સંયુક્ત આયોજન હેઠળ સિઝન–૮ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ફક્ત ગૌરી ગામના યુવાનોની ફળિયા આધારિત ટીમો બનાવી રમવાનું આયોજન હતું, જેમાં કુલ 21 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રમુખશ્રી લિતેશભાઈ ગાંવિત, ડો. સંજયભાઈ પટેલ, વડપાડા ગામના સરપંચશ્રી પંકજભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી જયેશભાઈ, વિસ્તરણ અધિકારીશ્રી રતિલાલ, ફોરેસ્ટરશ્રી રમેશભાઈ, દૂધ મંડળીના પ્રમુખશ્રી ભરતભાઈ, શિક્ષકશ્રી રાયુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આખા દિવસ દરમિયાન DJના તાલે ગામના યુવાનો, વડીલો, બહેનો, નાના બાળકો તેમજ આજુબાજુના ગામોના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ યુવાનો વચ્ચે એકતા, સંપ અને ભાઈચારો જળવાઈ રહે તે હતો.
ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી. સામર ફળિયાની ‘નાયકા ઈલેવન’ ટીમ વિજેતા બની હતી, જ્યારે નિશાળ ફળિયાની ‘ભૂત દાદાની’ ટીમ રનર-અપ રહી હતી. બંને ટીમોને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવી હતી.


