માવલી-11 ઘોલાર ચેમ્પિયન: ખેરગામ-ચીખલી કુંકણા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ પૂર્ણ.
ચીખલી-ખેરગામ તાલુકા કુંકણા સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા હેતુથી બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-1નું આયોજન માવલી ક્રિકેટ ગ્રાઉન્ડ, ઘોલાર તથા કાળિયા પહાડ ગ્રાઉન્ડ, રૂમલામાં કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે ઘોલારના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ હાજર રહ્યા હતા.
ટુર્નામેન્ટમાં કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મુકાબલામાં માવલી-11 ઘોલાર અને માંડવખડક-11 વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી, જેમાં માવલી-11 ઘોલાર વિજેતા બની ચેમ્પિયનનો ખિતાબ જીત્યો. ડો. ભાવેશ દેશમુખ દ્વારા ટ્રોફી સ્પોન્સર કરવામાં આવી હતી.
વિશાંત ટોપલીયાને 4 મેચમાં 143 રન અને 3 વિકેટ બદલ મેન ઓફ ધ સિરીઝ તથા બેસ્ટ બેટર જાહેર કરવામાં આવ્યા. ફાઇનલમાં તેજસ થોરાતે 16 રન અને 2 વિકેટ સાથે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.





