Khergam News updates : ખેરગામમાં 160 પશુપાલકોને રબર કિટ વિતરણ, ગ્રામ્ય વિકાસને મળ્યો વેગ.
ખેરગામ તાલુકાના પશુપાલન દવાખાના ખાતે પશુપાલકોના હિત માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 160 પશુપાલકોને રબર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટનું વિતરણ જિલ્લા પંચાયત સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું, જે પશુઓની આરોગ્ય અને સંભાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના પશુપાલન અધિકારી ડો. જીતેન્દ્ર બાલવાની ઉપસ્થિતીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી લીતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ગૌરી ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ પટેલ, ખેરગામ ડેપ્યુટી સરપંચ તેમજ પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ મહામંત્રીશ્રી અનિલભાઈ પટેલ, પત્રકાર હિતેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના સભ્યપતિ મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.
આ કીટ વિતરણ કાર્યક્રમથી પશુપાલકોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. પશુપાલકોએ સરકારશ્રી અને જિલ્લા પંચાયતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના પ્રયાસો દ્વારા પશુપાલન ક્ષેત્રને મજબૂતી મળશે અને ગ્રામ્ય અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
[Animal Husbandry, Khergam, Rubber Kit Distribution, Rural Development, Gujarat News, Panchayat Initiative, Livestock Care, BJP Leaders, Government Scheme, Farmers Welfare, khergam news, sb khergam edu blogger]
#Khergam #AnimalHusbandry #LivestockCare #RubberKit #RuralDevelopment #GujaratNews #FarmersSupport #GovernmentScheme #Panchayat #VillageDevelopment #IndiaRural #FarmersWelfare #LocalNews


