Toranvera અને Dhamdhuma ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત

SB KHERGAM
0

  Toranvera અને Dhamdhuma ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત

ખેરગામ તાલુકાના તોરણવેરા અને ધામધૂમા ગામોમાં વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત ધામધૂમા ગામમાં ડામર રોડનું કામ, તોરણવેરા ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ, સ્મશાનભૂમિ અને શેડનું કામ તેમજ તોરણવેરા નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાંવિત, ખેરગામ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, નવસારી જિલ્લા આદિવાસી મોર્ચાના મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમમાં તોરણવેરા ગામના સરપંચ સુનિલભાઈ દભાડિયા, ધામધૂમા ગામના સરપંચ રતિલાલભાઈ, ખેરગામ ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જીગ્નેશભાઈ, તાલુકા સભ્ય ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ભાજપ આગેવાન ભાવેશભાઈ વાઢુ, ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકાસ કાર્યોને શુભેચ્છા પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top