શિક્ષક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન.

SB KHERGAM
0

   

શિક્ષક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન.



રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ એનાયત

ગાંધીનગર : ભારતના મહાન તત્ત્વચિંતક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.


માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’, પ્રશસ્તિપત્ર તેમજ સન્માન રાશિ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


ગુરુનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં સર્વોચ્ચ

પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષકની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ગુરુને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. માતા બાળકને જન્મ આપે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને સંસ્કાર દ્વારા તેના જીવનને નવી દિશા આપે છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ મૂલ્યો, સંસ્કાર અને જવાબદારીની ભાવના વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


તેમણે જણાવ્યું કે શિક્ષકના માર્ગદર્શનથી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને ઓળખી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બને છે. તેથી શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા અને શિક્ષકોની નિષ્ઠા દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાનસભર, કુશળ અને સંસ્કારી પેઢી તૈયાર કરવી જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા નિર્ણાયક છે.


તેમણે જણાવ્યું કે સમયની સાથે શિક્ષણ પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ટેકનોલોજી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને સર્જનાત્મક અભિગમના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવા શિક્ષકો સતત પ્રયત્નશીલ રહે તે જરૂરી છે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા તથા શિક્ષકોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જેવા સન્માનોથી શિક્ષકોની મહેનત અને સમાજ તથા રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને માન્યતા મળે છે.


રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકો

આ વર્ષે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક આચાર્ય, મુખ્ય શિક્ષક તથા CRC કો-ઓર્ડિનેટર સહિતના વિવિધ વિભાગોમાંથી કુલ 40 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી હતી.



પ્રાથમિક વિભાગ – 18 શિક્ષકો

  1. ડૉ. વિનોદકુમાર રણછોડજી બારોટ – ઉત્તર ઝોન
  2. શ્રી હરેશકુમાર પ્રહલાદભાઈ પટેલ – ઉત્તર ઝોન
  3. શ્રી જાગૃતિબેન સોમાભાઈ પટેલ – ઉત્તર ઝોન
  4. શ્રી હીનાબેન રમણલાલ પટેલ – ઉત્તર ઝોન
  5. શ્રી સંજયકુમાર નંદુભાઈ પંડ્યા – ઉત્તર ઝોન
  6. શ્રી ધર્મેશકુમાર ડાયાભાઈ ગજ્જર – મધ્ય ઝોન
  7. શ્રી સોનલબેન પ્રફુલભાઈ રાવલ – મધ્ય ઝોન
  8. શ્રી રઘુભાઈ સોથાભાઈ ભરવાડ – મધ્ય ઝોન
  9. શ્રી અનિલકુમાર કાન્તિલાલ પ્રજાપતિ – મધ્ય ઝોન
  10. શ્રી ઇનેશભાઈ પ્રતાપભાઈ ગામીત – મધ્ય ઝોન
  11. ડૉ. ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડ – દક્ષિણ ઝોન
  12. શ્રીમતી હેતલબેન દિક્ષીતકુમાર રાણા – દક્ષિણ ઝોન
  13. શ્રી કલ્પનાબેન પુન્યાભાઈ માહલા – દક્ષિણ ઝોન
  14. શ્રી કવિતા પ્રાગજીભાઈ ભટાસણા – સૌરાષ્ટ્ર ઝોન
  15. શ્રી સુરેન્દ્ર લક્ષ્મીદાસ સોલંકી – સૌરાષ્ટ્ર ઝોન
  16. શ્રી હેતલબેન કાંતિલાલ સોલંકી – સૌરાષ્ટ્ર ઝોન
  17. શ્રી ભાવેશ રામજીભાઈ પનારા – સૌરાષ્ટ્ર ઝોન
  18. શ્રી પરેશભાઈ શંભુભાઈ મેર – સૌરાષ્ટ્ર ઝોન


માધ્યમિક વિભાગ – 8 શિક્ષકો

  1. શ્રી કુલદિપસિંહ મદનસિંહ જાડેજા – ઉત્તર ઝોન
  2. શ્રી સંદિપકુમાર રામભાઈ પટેલ – ઉત્તર ઝોન
  3. શ્રી વિપુલકુમાર ધીરુભાઈ પટેલ – મધ્ય ઝોન
  4. શ્રી તેજલબેન નટવરલાલ પંચાલ – મધ્ય ઝોન
  5. શ્રીમતી રીટાબેન વિજયભાઈ દાદાવાલા – દક્ષિણ ઝોન
  6. શ્રી હિરેનકુમાર ચંદ્રકુમાર દિહેણીયા – દક્ષિણ ઝોન
  7. ડૉ. વિજયકુમાર દામજીભાઈ માલાણી – સૌરાષ્ટ્ર ઝોન
  8. શ્રી કેતનકુમાર પ્રવીણચંદ્ર જોષી – સૌરાષ્ટ્ર ઝોન


ઉચ્ચતર માધ્યમિક વિભાગ – 3 શિક્ષકો

  1. ડૉ. દિનેશભાઈ મેધરાજભાઈ ચૌધરી – ઉત્તર ઝોન
  2. સુશ્રી લીનાબેન મહેશચંદ્ર દેસાઈ – દક્ષિણ ઝોન
  3. શ્રી અલ્પાબેન રમણીકલાલ પટેલ – સૌરાષ્ટ્ર ઝોન

માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય – 7

  1. શ્રી અજીતકુમાર મોતીભાઈ ભાલૈયા – ઉત્તર ઝોન
  2. શ્રી નરેન્દ્રસિંહ પબાજી દેવડા – ઉત્તર ઝોન
  3. શ્રી વનરાજસિંહ દેવુભાઈ ચાવડા – મધ્ય ઝોન
  4. ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર – મધ્ય ઝોન
  5. શ્રી શૈલેષકુમાર મગનલાલ દેસાઈ – દક્ષિણ ઝોન
  6. શ્રી મનહરસિંહ કેસરીસિંહ સોલંકી – દક્ષિણ ઝોન
  7. ડૉ. માલા કુંડલિયા – સૌરાષ્ટ્ર ઝોન

મુખ્ય શિક્ષક તથા CRC કો-ઓર્ડિનેટર – 4

  1. શ્રી અશોકભાઈ વીરાભાઈ પટેલ – ઉત્તર ઝોન – એચ.ટાટ. (મુખ્ય શિક્ષક)
  2. શ્રી ગિરીશકુમાર વીરાજી પ્રજાપતિ – મધ્ય ઝોન – એચ.ટાટ. (મુખ્ય શિક્ષક)
  3. શ્રી દર્શનાબેન લાભચંદ શાહ – દક્ષિણ ઝોન – એચ.ટાટ. (મુખ્ય શિક્ષક)
  4. શ્રી બહાદુરસિંહ વનરાજસિંહ વાળા – સૌરાષ્ટ્ર ઝોન – સી.આર.સી. કો-ઓર્ડિનેટર

શિક્ષક દિન નિમિત્તે યોજાયેલ આ સન્માન સમારોહમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. શિક્ષકો માટેનું આ સન્માન તેમના સમર્પણને પ્રોત્સાહન આપવાની સાથે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા, નવીનતા અને શ્રેષ્ઠ કામગીરી માટે અન્ય શિક્ષકોને પણ પ્રેરણા પૂરું પાડનાર બન્યું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top