ગાંધીનગર જિલ્લાનો ઇતિહાસ
જૂના મુંબઈ રાજ્યના વિભાજન પછી 1-5-1960ના રોજ અલગથી ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની અલગ રચના બાદ રાજ્યની રાજધાની અમદાવાદ રાખવામાં આવી હતી. અમદાવાદ શહેરની વસ્તી ગીચતા ઘટાડવા અમદાવાદથી 24 કિ.મી. ઉત્તરમાં સાબરમતી નદીના કિનારે ગાંધીનગરને ગુજરાત રાજ્યની નવી રાજધાની બનાવવામાં આવી હતી. ગાંધીનગર શહેરની સ્થાપના 02.08.1965 ના રોજ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિને કાયમ રાખવાના આશયથી નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું.