સાળંગપુર : ભાવનગર, ગુજરાત
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી
ગુજરાતના ભાવનગર જિલ્લાના સાળંગપુર ખાતે આવેલું હનુમાન મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં મોટા 6) ભાગે મૂર્તિઓ હોતી નથી અથવા સ્વામિનારાયણ અથવા કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓની જ પૂજા કરવામાં આવતી હોય છે. જ્યારે સાળંગપુરનું આ મંદિર કષ્ટભંજન (દુઃખહર્તા) હનુમાનજીને સમર્પિત છે અને
અહીં હનુમાનજીની પૂજા થાય છે.
આ મંદિરનો ઇતિહાસ 1905માં શરૂ થાય છે. સદ્ગુરુ ગોપાલાનંદ સ્વામીએ આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. રેમન્ડ વિલિયમ્સ નામના એક લેખકે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે જ્યારે સદ્ગુરુ ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી સળિયાથી તેને સ્પર્શ કરતા મૂર્તિ જીવંત થઇ ગઇ હતી.
ગુજરાતમાં પંચધાતુથી બનાવેલી હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' ભક્તિ, સેવા અને કળાની દિવ્યતા અને ભવ્યતાના સંગમ સમાન છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, પણ સમગ્ર ગુજરાત અને સનાતન ધર્મના ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુર ધામમાં સૌને દર્શન આપે છે. સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ પ્રત્યક્ષ બિરાજમાન છે અને દીન-દુઃખીના દુઃખને દૂર કરે છે.