પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખો ખો અંડર 14 એઇજ ગ્રુપમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની ખો ખો કુમાર અને કન્યા એમ બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ

SB KHERGAM
0
પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખો ખો અંડર 14 એઇજ ગ્રુપમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની ખો ખો કુમાર અને કન્યા એમ બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ
ગુજરાતના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કચેરી પોરબંદર સંચાલિત 68 મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં આજ રોજ તા. 03.10.24 ના બીરલા સાગર સ્કૂલ, પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખો ખો અંડર 14 એઇજ ગ્રુપમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની ખો ખો કુમાર અને કન્યા એમ બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા અભિનંદન.
છેલ્લા 8 વર્ષથી શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની બન્ને ટીમ શાળાકીય રમતોમાં અને ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા બને છે અને રાજ્ય કક્ષાએ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આ અંગે શાળાના આચાર્યશ્રી લાખાભાઈ ચુંડાવદરા જણાવે છે કે અમોએ ખો ખો રમતને ઇનોવેશનના સ્વરૂપે અપનાવેલ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ રીશેષમાં ખો ખો રમતા હોય છે અને શિક્ષકો બાળકોને માર્ગદર્શન આપતા હોય છે. જેથી કરીને વિદ્યાર્થીઓ રિશેષમાં શિસ્તમાં રહે અને પોતાના શરીરની કેળવણી પણ મેળવે તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે રસ કેળવે. આના થકી વિદ્યાર્થીઓને હજારો રૂપિયાના ઇનામો પણ મળે છે. વધુમાં શાળામાં રોજ 2 મેદાન ખો ખો ના દોરાયેલા જ રહે છે. વિદ્યાર્થીઓ પણ ખો ખો ટીમમાં સામેલ થવા પડાપડી કરતા હોય છે. ખો ખો આ બન્ને ટીમને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી પોરબંદર પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંદર વિનોદભાઈ પરમાર, શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ વિજયભાઈ જમરિયા, સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓઅને અન્યોએ શુભેચ્છાઓ પાઠવેલ છે. @followers

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top