આદિવાસી યુવાનોના રમતગમત ક્ષેત્રે ઉદયનું ઉદાહરણ: ચીખલીના રોહિત ભોયા રાજ્ય ચેમ્પિયનશીપમાં 2 સિલ્વર મેડલ જીતતા સમાજમાં ખુશીની લહેર
ચીખલીના રુમલા ગામના એથ્લેટિક્સ ખેલાડી રોહિત ભોયાએ કચ્છ-ભૂજ ખાતે યોજાયેલી 43 મી રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટર અને 800 મીટર દોડમાં 2 સિલ્વર મેડલ જીત્યા.
તારીખ 26,27મી તારીખે કચ્છ-ભૂજમાં યોજાયેલી આ સ્પર્ધામાં રોહિતે 200 મીટર અને 800 મીટરની દોડમાં પોતાના હરીફોને પછાડીને સિલ્વર મેડલ જીત્યા, જે કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આ સિદ્ધિને કારણે રોહિત ભોયા પોતાના ગામના યુવાનોમાં હિંમત અને આત્મવિશ્વાસ જગાવવાની પ્રતિષ્ઠા મેળવી છે.
રોહિત ભોયાની આ સિદ્ધિથી ચીખલી અને તેના આસપાસના આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આદિવાસી સમાજના યુવાનો હવે રમતગમતના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કરી રહ્યા છે, અને રોહિત જેવા ખેલાડીઓ આ પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહિત કરે છે.
તેમના કોચ એફ.બી. મિર્ઝા અને ગ્રામજનોની આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેમણે તેમને સતત માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહન આપ્યું.
આદિવાસી સમાજના લોકો પણ આ સિદ્ધિને આવકાર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે રોહિત ભોયા નેશનલ ગેમ્સમાં પણ એ જ ઉત્સાહ અને પ્રતિભાથી પ્રદર્શન કરશે.