ધરમપુર સમાચાર : રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલ પ્રથમ ક્રમ
NCERT નવી દિલ્હીના NPEP વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાયખડ-અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં માલનપાડાની મોડલ સ્કૂલ, ધરમપુરે પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ધોરણ 9ની રોલ પ્લે (ભૂમિકા ભજવવાની) સ્પર્ધામાં પ્રિયાંશી ચૌધરી, યેશા પટેલ, વિભા પટેલ, હર્ષિદા ચૌધરી અને શાલિની ગુપ્તાએ પાત્રો ભજવ્યા હતા. હવે આ કૃતિ વલસાડ જિલ્લાનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરશે. મોડલ સ્કૂલના આચાર્ય અને સ્ટાફે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.