Dahod news : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઉધાવળા ગામે પોષણ માસની ઉજવણી કરાઇ

SB KHERGAM
0

 Dahod news : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઉધાવળા ગામે પોષણ માસની ઉજવણી કરાઇ

દાહોદ:- આઇસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માહની ઉજવણી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં વિવિધ ઘટકોની આંગણવાડીમાં પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગરૂકતા લાવવા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન તેમજ સી.ડી.પી.ઓ.શ્રી એમીબેન જોસેફ માર્ગદર્શન હેઠળ ના   દેવગઢબારીઆ- ૨ ઘટક ના ઉધાવળા સેજા માં ૭ માં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પોષણ માહની થીમ અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.


" એકંદર પોષણ થીમના આધારે આંગણવાડી માં આવતા લાભાર્થી જેવા કે કિશોરી, સગર્ભા, ધાત્રી માતાઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતી માં લાભાર્થીને સાચું પોષણ શું છે. તેમજ પોષણ નું મહત્વ આપણા શરીરમાં કેટલું જરૂરી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. THR માંથી બનતી અલગ અલગ વાનગીઓની પણ માહિતી આપવામાં આવી હતી. નિરોગી સ્વસ્થ કેવી રીતે રય શકાય તે અંગે માહિતગાર કર્યા તેમજ કુપોષણ કય રીતે નાબુદ કરી શકાય તેને વિગતવાર માહિતી ગ્રામજનો અને લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.  

પોષણ માસની ઉજવણી દરમિયાન ઉધાવળા સેજનાં કાર્યકર બહેનો આંગણવાડી બહેનો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન તેમજ તેમાંથી મળતા પોષણ યુક્ત તત્વો વિશે સમજ આપવામાં આવી હતી.

આંગણવાડીના બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો, ઓફિસ સ્ટાફ, આંગણવાડીના બહેનો તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top