Dang news : સરસ્વતી વિદ્યા મંદિર-ધુળચોંડ ખાતે "ગ્રામ જીવન પદયાત્રા"નુ આયોજન કરાયુ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩: ડાંગ જિલ્લાના આહવા તાલુકામા સમાવિષ્ટ, સરસ્વતી વિદ્યા મંદિર-ધુળચોંડ દ્વારા તારીખ ૨જી ઓક્ટોબર-મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે, ગાઢવી પ્રાથમિક શાળા ખાતે "ગ્રામ જીવન પદયાત્રા"નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા સરસ્વતી વિદ્યા મંદિર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ એસ ગાઈનના માર્ગદર્શન હેઠળ, શાળાના આચાર્ય શ્રીમતી પાર્વતીબેન એમ ગાઈન સહિત શાળાના શિક્ષકો, ગાઢવી ગામના સરપંચ શ્રી જીતેન્દ્રભાઇ ગાવિત, ગાઢવી પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ શાળાના ધોરણ ૫ થી ૭ સુધીના વિધાર્થીઓ આ પદયાત્રામા જોડાયા હતા.
ગાઢવી ગામમા પદયાત્રા દરમિયાન પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, આંગણવાડી, દવાખાનુ, બસ સ્ટેન્ડ, મંદિર, વિગેરે જાહેર સ્થળોની સફાઈ કરવામા આવી હતી. તેમજ "એક પેડ, માં કે નામ" કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.