Dang : વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત વઘઇમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો :
‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : જિલ્લો ડાંગ
ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ પ્રેરીત વઘઇ બી.આર.સી ભવન, બોરખલ પ્રા.શાળા અને કડમાળ પ્રા.શાળાની બિલ્ડીંગનુ લોકાપર્ણ કરાયું :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા હેઠળ તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી થઈ રહી છે.
જેની ફળશ્રુતિ રૂપે આજરોજ તારીખ ૧૦ ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા પંચાયત પ્રેરિત, સમગ્ર શિક્ષા અભિયાન કચેરી -ડાંગ આયોજિત જિલ્લાના ત્રણે તાલુકા પૈકી વઘઈ તાલુકાના નવનિર્મિત બી.આર.સી. ભવન વઘઈ અને આહવા તાલુકાની પ્રાથમિક શાળા બોરખલના ૫ ઓરડા, સુબીર તાલુકાની કડમાળ પ્રાથમિક શાળાના ૧૩ ઓરડાનું વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્ય શ્રી વિજયભાઈ આર. પટેલના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વઘઈ તાલુકાનું નવનિર્મિત બી.આર.સી. ભવન જે રૂ.૧૦૯.૧૧ લાખ, આહવા તાલુકાની બોરખલ પ્રાથમિક શાળાના ઓરડા જે રૂ. ૬૬ લાખ, અને સુબીર તાલુકાની કડમાળ પ્રાથમિક શાળાના ૧૩ ઓરડા જે રૂ.૧૭૩.૦૦ લાખના ખર્ચે વર્ષે ૨૦૨૩-૨૪ માં બાંધકામ કરવામાં આવલે છે. જે બિલ્ડીંગનુ આજે શ્રી વિજયભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઈન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ એમ. ગાવિત, ઉપ પ્રમુખ શ્રીમતી વનિતાબેન કે.ભોયે, માજી તાલુકા ઉપપ્રમુખ વઘઈ શ્રી બળવંતભાઈ દેશમુખ, આદિજાતિ યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, વઘઇ મામલતદાર શ્રી એમ. એમ.ચૌધરી, ડાયટ પ્રાચાર્યશ્રી ડો.બી.એમ. રાઉત, સરકારી માધ્યમિક શાળા ચિકારના આચાર્યા શ્રી વી.ડી.દેશમુખ, ઇન્ચાર્જ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ ખાંબુ, પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારશ્રીઓ, સહિતના અધિકારી/કર્મચારીશ્રીઓ, વિધ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ નિઃશુલ્ક રીતે મેળવી શકશે.
#23yearofseva #VikasSaptah #aavatikalay #lightingthelives #23YearsOfGrowth