Surat | Mahuva: અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના વડીયા ગામે પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મની મુલાકાત લિધીઃ

SB KHERGAM
0

 Surat | Mahuva: અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના વડીયા ગામે પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મની મુલાકાત લિધીઃ

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધીગ્રામ જીવન યાત્રા પ્રોગ્રામ અંતર્ગત અધ્યાપક અવનીબહેન ભટ્ટની આગેવાની હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના વડીયા ગામે જય કિસાન કૃષિ ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય જંગલ મોડેલની મુલાકાત લિધી હતી. જેમાં પ્રકાશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધન કરીને જુદી જુદી પ્રોડક્ટ જેમ કે, કેળાની વેફર, ગોળની વેચાણ કરતા હોવાની વિગતો આપી હતી. મહુવા તાલુકાના ખેડુતો દ્વારા અથાગ મહેનત કરીને ગાય આધારિત ખેતી કરીને પોતાની સાથે લોકોના સ્વાસ્થ્ય અંગેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે જાણીને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા.

#surat #kheti #farmers #prakrutikkheti #infosurat

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top