Tilakvada|Garudeshwar: પ્રજાજનોની સલામતી અને અગમચેતીના ભાગરૂપે તિલકવાડા-ગરુડેશ્વર ખાતે ફાયર સેફ્ટી અંગેની તાલીમ યોજાઈ.

SB KHERGAM
0

Tilakvada|Garudeshwar: પ્રજાજનોની સલામતી અને અગમચેતીના ભાગરૂપે તિલકવાડા-ગરુડેશ્વર ખાતે ફાયર સેફ્ટી અંગેની તાલીમ યોજાઈ.


દિવાળી પર્વમાં ફાયર સેફ્ટીની પૂરતી તકેદારી અંગે નાગરિકોને જાગૃત કરાયા

*રાજપીપલા, મંગળવાર* :- નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી મળેલ અખબારી યાદી મુજબ દિવાળી પર્વમાં નર્મદા જિલ્લાના પ્રજાજનોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અગમચેતીના ભાગરૂપે ડિઝાસ્ટર તંત્ર દ્વારા તિલકવાડા તાલુકાના સાહેબપુરા-અગર ગામ તેમજ ગરૂડેશ્વર તાલુકાના ઉંડાવ-ઝરવાણી ગામે તાજેતરમાં ફાયર સેફ્ટી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલ ૨૦૦ થી વધુ ગ્રામજનો તાલીમમાં જોડાયા હતા. 

દિપાવલી પર્વ નિમિત્તે ફટાકડાઓથી દાઝી જવાના બનતા બનાવોને ધ્યાને લઈને તથા ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાના ઉમદા આશય સાથે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત, આકસ્મિક આગની બનાવ બનતા ફાયર એક્સ્ટિગ્યુસરના ઉપયોગ, આગ લાગે ત્યારે કેવા પગલા લેવા, ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું તે અંગે ફાયર સેફ્ટીની તાલીમ આપવા સહિત અગ્નિ શમન સાધનોનો જરૂરિયાતના સંજોગોમાં કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ તાલીમમાં ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, સભ્યો, આંગણવાડી બહેનો, શિક્ષકો-વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top