પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ખાતે તાજેતરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા. આ તાલીમમાં ઉમરગામના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિતે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો.
જ્યારે, પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલે ખેતીમાં પશુપાલનના મહત્વ અને પશુ રોગ નિયંત્રણ અને પોષણ વ્યવસ્થાપન અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું.
તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કર્યા, જ્યારે ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી મળેલા લાભો વિશે માહિતી આપી અન્ય ખેડૂત ભાઈ-બહેનોને આ પદ્ધતિ અપનાવવાનો ઉદ્દેશ આપ્યો.