દુઃખદ સમાચાર : એકતા દિવસના બંદોબસ્ત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પી.એસ.આઈ. શનાભાઈ વસાવાનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના આયોજન અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસના પી.એસ.આઈ. શનાભાઈ વસાવાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. પી.એસ.આઈ. શનાભાઈ વસાવા મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની હતા અને આ સમયે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી એકતા દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આ આયોજનમાં રાજ્યના અનેક જીલ્લાઓમાંથી, જેમાં સુરત અને નર્મદા જીલ્લા પણ શામેલ છે, પોલીસકર્મીઓની મોટી સંખ્યામાં ડ્યુટી લગાવવામાં આવી હતી.
આ દુઃખદ ઘટના માટે શ્રદ્ધાંજલિ અને શોક સંવેદના વ્યક્ત કરતા અમે તેમના પરિવારને આ કપરા સમયમાં ધૈર્ય અને સાંત્વના આપવાની પ્રાર્થના કરીએ છીએ.
ઓમ શાંતિ.
Deeply saddened by the unfortunate and untimely demise of Police Sub Inspector SB Vasava of Gujarat Police while performing active duty. Deepest condolences to his family on behalf of the entire Gujarat Police parivaar. Om Shanti. pic.twitter.com/XuqTpJv6Dg
— DGP Gujarat (@dgpgujarat) November 1, 2024
ગુજરાતના ડીજીપી દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.બી. વસાવાના અકાળ અવસાન અંગે ગાઢ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું કે, એસ.બી. વસાવાનું નિધન સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર માટે એક અત્યંત દુઃખદ ઘટના છે. તેઓએVASAVAના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને પ્રાર્થના કરી કે પરિવાર આ દુખ સહન કરવા માટે સશક્ત બનશે. ઓમ શાંતિ.