ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા

SB KHERGAM
0

 ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા

ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા

ખેરગામ ખાતે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમની અધ્યક્ષતામાં  ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરપંચ ઝરણાબેન પટેલ અને ડે. સરપંચ જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સભામાં ગ્રામ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

મહત્વપૂર્ણ મુદ્દાઓ અને નિર્ણયો:

1. આવાસ ફાળવણી:

કેટલાક લાભાર્થીઓને ફોર્મ ભર્યા બાદ પણ આવાસ ફાળવવામાં આવ્યા નથી. જે બાબતે ડીડીઓશ્રીએ આવાસ માટે રિસરવે કરવાની સૂચના આપી.

2. પાણીના પ્રશ્નો:

વેણફળિયામાં બોરની દુરસ્તી અને પાણીની નવી મોટર લગાવવાની માંગણી કરાઈ. જર્જરિત ટાંકી બદલવાની રજુઆત પણ કરવામાં આવી.

3. કેટલ શેડ યોજના:

ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ પટેલએ પશુપાલકો માટે કેટલ શેડ યોજનાનો અભાવ છે, ની વાત જણાવી હતી જેમાં  ડીડીઓશ્રીએ 15મા નાણાપંચ અથવા ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમાંથી આ માટે યોજના બનાવવાનો સૂચન કર્યું હતું.

4. રસ્તાઓની મરામત:

હાઈસ્કૂલ લિંક રોડને આરસીસી રોડમાં બદલવાની અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી કરાઈ.

5. શૈક્ષણિક નિરીક્ષણ:

ડીડીઓશ્રીએ આંગણવાડી અને શાળાની મુલાકાત લઈને બાળકોના શિક્ષણનું મૂલ્યાંકન કર્યું અને જરૂરી સૂચનો કર્યા.

ગ્રામસભા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ. ખેરગામના ગામના વિકાસ માટે આ અધિવેશનમાં લેવાયેલા નિર્ણયો ઉપયોગી સાબિત થશે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top