ગણદેવી તાલુકાની છાપર પ્રા. શાળામાં 77 માં ગણતત્ર દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ અને વય વંદના કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 ગણદેવી તાલુકાની છાપર પ્રા. શાળામાં 77 માં ગણતત્ર દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ અને વય વંદના કાર્યક્રમ યોજાયો.

બીલીમોરા કાંઠા વિભાગની છાપર પ્રા શાળામાં 77 માં ગણતત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાર્ષિકોત્સવ 2026 નુ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા જુદી જુદી કુલ 23 જેટલી કૃતિઓ રજુ કરી ગામલોકોનાં મન મોહી લીધા હતી કૃતિઓ જોઈ લોકોએ શિક્ષકો અને બાળકોની મહેનતને અભિનંદન પાઠવ્યા હતા. 

આ સાથે વય વંદનાનાં અભિગમ સાથે ગામના 80 વર્ષથી વધુ ઉંમરનાં વડીલોનુ સન્માન કરવામાં આવ્યું હતું જીવન તડકા છાયા ઉતાર ચઢાવ જેમણે જોયા છે એવા 35 જેટલાં વડીલોનુ સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.



આ અનોખા કાર્યક્રમનુ આયોજન કરવા બદલ ગામના સરપંચ શ્રી રવીન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત નવસારીના સદસ્ય મહેશભાઈ, સ્થાનિક એસએમસી ગામનાં અગ્રણીઓએ ખૂબ અભિનંદન આપ્યા હતા શાળાનાં આચાર્ય શ્રી અને તાલુકા સંઘનાં પ્રમુખ કલ્પેશભાઈએ સહયોગ કરનાર સૌને અભિનંદન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ભૂપેનભાઈ, મેહુલભાઈ અને ભાવેશભાઈએ કર્યું હતું આભારવિધિ શાળાના ઉપ શિક્ષક સંદીપભાઈએ કરી હતી

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top