ખેરગામ જામનપાડા શાળાની રૂહી પટેલે દક્ષિણ ઝોન વાર્તાકથન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું

SB KHERGAM
0

 ખેરગામ જામનપાડા શાળાની રૂહી પટેલે દક્ષિણ ઝોન વાર્તાકથન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું.

શિક્ષણ વિભાગ તથા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન, સુરત દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધા ૨૦૨૫–૨૬ અંતર્ગત વિભાગ-૨ પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ ૩ થી ૫) ની વાર્તાકથન સ્પર્ધા તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રૂહી અરુણભાઈ પટેલે દક્ષિણ ઝોન કક્ષાની વાર્તાકથન સ્પર્ધામાં (ધો. ૩ થી ૫) પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

આ સિદ્ધિ બદલ વિદ્યાર્થી રૂહી પટેલ, તેમના માર્ગદર્શક શિક્ષિકા નીતાબેન પટેલ, શાળા પરીવાર તથા વાલીશ્રીને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી આર સી શ્રી વિજયભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારો તથા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top