આછવણીની બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

 આછવણીની બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી.

આછવણી ગામની બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત એક અનોખો અને માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનોને શાળામાં આમંત્રિત કરી વિદ્યાર્થીઓને નાણાકીય જાગૃતિ તથા વ્યવસાયિક સમજ અંગે માહિતી આપવામાં આવી. સખી મંડળની બહેનો દ્વારા બાળકોને પૈસાની બચત કેવી રીતે કરવી, જરૂર મુજબ વ્યાજે પૈસા કેવી રીતે લેવા, સ્વસહાય જૂથોની કાર્યપદ્ધતિ અને સ્વરોજગારના અવસરો અંગે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું.


આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે જીવનમાં ઉપયોગી બનતું વ્યવહારુ શિક્ષણ પ્રાપ્ત થયું. બાળકોમાં નાની વયથી જ નાણાકીય શિસ્ત, આત્મનિર્ભરતા અને બચતની ભાવના વિકસે તે હેતુથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. શાળાની આ પહેલ શિક્ષણને રોજિંદા જીવન સાથે જોડવાની દિશામાં પ્રશંસનીય અને પ્રેરણાદાયી સાબિત થઈ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top