કેસરની ખેતીમાં નવતર પ્રયાસ: હિસારના યુવાનોની સફળતા

SB KHERGAM
0

 કેસરની ખેતીમાં નવતર પ્રયાસ: હિસારના યુવાનોની સફળતા

હરિયાણાના હિસારના બે ભાઈઓ, નવીન અને પ્રવીણ સિંધુએ તેમના 225 ચોરસ ફૂટના રૂમમાં હાઈ-ક્વોલિટી કેસર ઉગાડીને આ ક્ષેત્રમાં નવી મિસાલ સર્જી છે. પ્રવીણે MTech કરતા વખતે ઇન્ડોર કેસરની ખેતી વિશે જાણ્યું, જેના પગલે તે આ ક્ષેત્ર તરફ આકર્ષાયા. તેમણે થાઈલેન્ડથી ટ્રેનિંગ મેળવી અને 13 લાખ રૂપિયાનું રોકાણ કરીને, કાશ્મીરથી 250 રૂપિયા પ્રતિ કિલોના દરે 100 કિલો કેસરના બીજ ખરીદ્યા અને તેમના ઘરની છત પર એક લેબ તૈયાર કર્યો.

કેસરની ખેતી માટે ખાસ તાપમાન અને હળવો સૂર્યપ્રકાશ જરૂરી હોવા છતાં, LED લાઈટના મદદથી આ યુવાનોએ લેબમાં જ કેસર ઉગાડ્યું. 2020માં એરોપોનિક ટેકનિકનો ઉપયોગ કરીને દોઢ કિલો કેસરનું ઉત્પાદન કર્યું, જેનાથી રૂ. 6 થી 9 લાખની પ્રથમ આવક મેળવી. લેબમાં ઉગાડેલુ આ કેસર 5 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જે ખેતરોમાં ઉગાડવામાં આવતા કેસરની સરખામણીએ બમણું છે.

તેમની બ્રાન્ડ, "અમરત્વ એગ્રો" દ્વારા સિંધુ બંધુઓ હવે કેસરને માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુ.એસ., યુ.કે. જેવા દેશોમાં પણ નિકાસ કરે છે, જેનાથી તેઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળી છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top