ડાંગ: પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ આરોગ્ય સેવાઓની સમીક્ષા

SB KHERGAM
0

  ડાંગ: પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ આરોગ્ય સેવાઓની સમીક્ષા

આહવા: ૧૧ નવેમ્બર, ૨૦૨૪ - પીસી અને પીએનડીટી એક્ટ - ૧૯૯૪ હેઠળ ડાંગ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષસ્થાને યોજાઈ.

બેઠકમાં કિયાન હોસ્પિટલ અને મેટરનિટી હોમ, આહવા, દિવ્ય છાયા ડિસ્પેન્સરી, અને સુબીર હોસ્પિટલની ઓનલાઇન અરજીઓની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી, જેમાં રજીસ્ટ્રેશનની રિન્યુઅલ અંગે નિર્ણય લેવાયો. ગૌરાંગ નર્શિંગ હોમ, આહવા માટે રજીસ્ટ્રેશન મંજૂરી આપવામાં આવી.

અત્રે, તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ માટેની અરજીઓની તપાસ કરવામાં આવી, અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની ચકાસણી અંગે ચર્ચા થઇ.

આ બેઠકમાં ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને ડો. હિંમાશું ગામીત, ડો. નિલકેતુ પટેલ, ડો.દિલિપ ચૌધરી, સુશ્રી ડો.ધારા પટેલ, IMA ચેરમેન ડો. એ.જી. પટેલ, અને અન્ય આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

#infodang 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top