જૂની પેન્શન યોજનાનો સત્તાવાર અમલ: જાણો શું છે તમારા હક્ક?
સરકાર દ્વારા 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારમાં નિયુક્ત થયેલા રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયમાં 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નવા પેન્શન યોજના (NPS) ના અમલ પહેલાં નિયુક્ત થયા હતા.
જૂની પેન્શન યોજના
જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીને તેની અંતિમ પગારના 50% જેટલી પેન્શન રકમ મળે છે. આ પેન્શન આખા જીવન સુધી ચાલુ રહે છે અને કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આ પેન્શન મળતી રહે છે. વધુમાં, 20 લાખ સુધીની ગ્રેચ્યુઈટી અને દર છ મહિને મોંઘવારી ભથ્થાના સમાયોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે.