Dang news : આહવા એસ.ટી. ડેપો ખાતે ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની ઉજવણી કરવામાં આવી

SB KHERGAM
0

 Dang news : આહવા એસ.ટી. ડેપો ખાતે ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની ઉજવણી કરવામાં આવી

(ડાંગ માહિતી બ્યુરો): આહવા, તા: ૧૧: વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ, ૧૦ નવેમ્બરના રોજ સમગ્ર વિભાગના એસ.ટી. ડેપોઝ ખાતે ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની ઉજવણી યોજાઈ હતી.

આહવા ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આહવામાં પણ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં એસ.ટી. કર્મચારીઓએ જાહેર મુસાફરોનું પુષ્પ આપીને સ્વાગત કર્યું. આ અવસર પર રાજ્યની જીવાદોરી સમાન એસ.ટી. વિભાગની મુસાફરલક્ષી સેવાઓ અને વિવિધ યોજનાઓ અંગે માહિતી પ્રદાન કરી, એસ.ટી. બસોનો વધુમાં વધુ લાભ લેવા માટે મુસાફરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

નિગમ દ્વારા દૈનિક ૪૨,૦૦૦થી વધુ ટ્રિપોનું સંચાલન કરવામાં આવે છે, જેમાં દરરોજ ૨૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી.ની સેવાઓનો ઉપયોગ કરે છે. મુસાફરો માટે વધુ સુવિધાઓ વધારવા અને પરિવહન સેવાઓનો મહત્તમ લાભ મેળવવા માટે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top