વાપીના પરિવારે સરકારી લોન યોજનાથી વિદેશ અભ્યાસને આપી ઉડાન
વિદેશ અભ્યાસ માટે ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે સરકારી લોન યોજના આર્થિક રીતે સહાયરૂપ બની છે. વાપીના લાભાર્થીએ આ યોજનાનો લાભ લઈ પોતાના બે સંતાનને વિદેશમાં અભ્યાસ અર્થે મોકલ્યા છે. 10 વર્ષ પહેલાં દીકરીના ઓટોમેશન રોબોટિક્સ અભ્યાસ માટે રૂ. 10 લાખ અને તાજેતરમાં દીકરાના બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અભ્યાસ માટે રૂ. 15 લાખની લોન મેળવી છે.
ખાનગી બેંકોમાં 11 થી 14 ટકાનો વ્યાજદરમાં લોન મળતી હોવા છતાં, આ સરકારી યોજનાથી ફક્ત 4 ટકાના સાદા વ્યાજે લોન ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્ધ છે, જે આર્થિક દબાણ ઘટાડે છે. લોન ભરપાઈનો સમયગાળો પણ લાંબો હોવાથી આર્થિક ભારણ ઓછું રહે છે, જે વિદ્યાર્થીને નિશ્ચિંતપણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે.