પ્રકૃતિ પ્રત્યે અનોખો પ્રેમ: વડોદરાના એન્જિનિયર રિચા સાક્રેનો પ્રેરણાત્મક યોગદાન
વડોદરાના ટેલેન્ટેડ એન્જિનિયર, રિચા સાક્રેએ, ન માત્ર કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના કાર્યને સફળતા પૂર્વક સંચાલિત કર્યું છે, પણ પર્યાવરણના જતન માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ બે વર્ષ પૂર્વે પોતાની નર્સરી શરૂ કરી, જે આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની ગઈ છે.
નર્સરીમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, ઔષધીય છોડ અને સુશોભન માટેના છોડ ઉપલબ્ધ છે, જે લોકોમાં પ્રકૃતિ પ્રત્યેનું પ્રેમ અને જતનનો સંદેશ વહેંચે છે. નોંધનીય બાબત એ છે કે, રિચા સાક્રે જરૂરિયાતમંદ લોકોને દવા માટેના છોડ વિનામૂલ્યે વિતરણ કરે છે, જેનાથી પર્યાવરણ સાથેસાથે સમાજને પણ લાભ મળે છે.
અમે આશા રાખીએ છીએ કે રિચા સાક્રેનો આ પ્રયોગ અનેક લોકોને પ્રકૃતિના જતન માટે પ્રેરિત કરશે.