ડાંગમાં ડાયાબિટીસ નિયંત્રણ માટે વિશેષ યોગ શિબિર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મૂકત ગુજરાત માટે વિશેષ યોગ કેમ્પનું આયોજન આહવાના પ્રયોશા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પ તારીખ ૧૪ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી, સવારના ૬ થી ૮ વાગ્યા સુધી યોજાશે, જેમાં ડાયાબિટીસ દર્દીઓ માટે વિશેષ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને આયુર્વેદિક ઉપચાર મળશે. મેડિકલ નિરીક્ષણ પણ નિઃશુલ્ક રહેશે, અને પૌષ્ટિક નાસ્તો તથા જ્યુસની વ્યવસ્થા રહેશે.
કેમ્પમાં ભાગ લેવા માટે ૧૦૦ રૂપિયા ટોકન ચાર્જ છે અને રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૩ નવેમ્બર છે.
વિશેષ માહિતી માટે મો. 9870099006 પર પ્રિયંકાબેન ભોયે (યોગ કો-ઓર્ડિનેટર)નો સંપર્ક કરી શકાય.