Narmda News: રાજપીપળામાં આંતરરાષ્ટ્રીય એડોપ્શન માસની ઉજવણી.
નર્મદા જિલ્લાના રાજપીપલામાં ઇન્ટરનેશનલ એડોપ્શન માસની ઉજવણી કરવામાં આવી, જેમાં નાંદોદ, ગરુડેશ્વર અને સાગબારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ સુરક્ષા અધિકારી શ્રીમતી લોપાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.
આ ઉજવણીના ભાગરૂપે, નિરાધાર બાળકોની દત્તક પ્રક્રિયા, કાયદા અને સરકારની યોજનાઓ અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી. સાથોસાથ, જાતિય સતામણી નિવારણ કાયદો-2012, બાળ લગ્ન અને બાળ મજૂરી કાયદા, ફરજીયાત શિક્ષણ કાયદા, તથા પાલક માતા-પિતા યોજના જેવી વિવિધ યોજનાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉપસ્થિત લોકોએ નશામુક્ત ભારતના સંકલ્પ સાથે એકતા દર્શાવી, અને નિરાધાર બાળકોને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે બાળ સુરક્ષા એકમના કાર્યમાં સહભાગી થવા પ્રેરણા મેળવી.