ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘરોમાં પહેલી દિવાળી, મુખ્યમંત્રીશ્રીની વિશેષ હાજરી.
દિપાવલીના પાવન અવસરને નિમિત્તે ગાંધીનગરના સરગાસણમાં "નમો નારાયણ એપાર્ટમેન્ટ" ખાતે સ્નેહ મિલન અને લાભાર્થી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ખાસ ઉજવણી થઈ.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ દિવાળીની શુભકામનાઓ પાઠવી અને મકાનના રહેવાસીઓને સોસાયટીની સ્વચ્છતા જાળવવાની અપીલ કરી.
આ આવાસ યોજનાનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૨૪માં કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 કુટુંબોને નિર્માણ પામેલા આ આવાસ યોજનાનો લાભ મળ્યો, અને આ પરિવારોની આ પહેલું દિવાળી પર્વ પોતાના ઘરે ઉજવવા મળ્યું.
આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓએ તેમના આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે આ યોજના થકી તેઓએ પોતાના ઘરના ઘરમાં પહેલી દિવાળી ઉજવી છે, જે એક સ્મરણિય ક્ષણ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપસ્થિત મહાનુભાવો, અને અન્ય વિશેષ આમાન્યોએ સાથે મળીને આ દિવાળીના સ્નેહમિલનનો આનંદ માણ્યો, મીઠાઈ વિતરણ કરી, તેમજ આતશબાજીની મજા માણી.