નાંધઈ: ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લાઇબ્રેરીનો શુભારંભ
ગુપ્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ નાંધઈ-ભૈરવીના ઉપક્રમે આજથી નવી સાર્વજનિક લાઇબ્રેરી શરૂ કરાઈ છે. આ લાઇબ્રેરીને વિસ્તારના આદિવાસી બાળકો માટે વિશેષ રૂપે વિકસાવવામાં આવી છે, જેનું ધ્યેય વાચન પ્રત્યે તેમની રુચિ વધારવું અને શિક્ષણમાં તેમને આગળ વધારવું છે.
નાંધઈ મંદિરનાં પરિસરનાં ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેલી આ લાઇબ્રેરી નાની અને મોટી તમામ ઉંમરના વાચકો માટે શ્રેષ્ઠ સ્થળ બની રહેશે. આજુબાજુ વિસ્તારના બાળકોને હવે લાંબા અંતરે શિક્ષણ સાધના માટે દૂર જવું નહીં પડે.
આ લાઇબ્રેરીના સ્થાપનથી નજીકના વિસ્તારોના વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારાઓ આવશે, અને તેઓ નવી માહિતી તેમજ અધ્યતન પુસ્તકોનું વાચન કરીને પોતાનું ભવિષ્ય ઊજ્જવળ કરી શકશે.
ગુપ્તેશ્વર મહાદેવ ટ્રસ્ટે આ કાર્ય માટે પોતાના પ્રતિબદ્ધતાને વ્યક્ત કરીને બાળકોના ભવિષ્ય નિર્માણ માટે વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પ્રસંગે શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રભાઇ સી. માહલા (પૂર્વ ગ્રંથપાલ), શ્રીમતી લક્ષ્મીબેન (ગ્રંથપાલ), શ્રી જુગલકિશોર પટેલ (ટ્રસ્ટ પ્રમુખશ્રી), દિલીપભાઈ પટેલ, વિજભાઈ પટેલ(સોશિયલ ઓડિટર) ઉપસ્થિત રહ્યા હતા.