ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ક્રિકેટવીરોને પ્રોત્સાહન – રમતગમતથી વિકાસની દિશા

SB KHERGAM
0

 ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ક્રિકેટવીરોને પ્રોત્સાહન – રમતગમતથી વિકાસની દિશા.


રમતગમત એ યુવાનોમાં એકતા અને સંવાદનો મજબૂત માધ્યમ છે. તાજેતરમાં ગણદેવી તાલુકાના પોંસરી ગામે ભૂલ્યા ફળિયા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત કોસ્ટલ હાઈ-વે ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૦૧ અને બીલીમોરામાં વાલ્મીકિ સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થયું.

આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, "રમતગમત એ યુવાનોને સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે."

આ પ્રકારના ટુર્નામેન્ટો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યુવાનો માટે એક વિશેષ મંચ ઉભો કરે છે, જ્યાં તેઓ પોતાનો ખેલ પ્રદર્શિત કરી શકે છે. રમતો દ્વારા યુવાનોમાં ટીમવર્ક, મક્કમતા અને પરસ્પર સહકારના ગુણો વિકસે છે.

આજે યુવાનો માટે નફરતના માહોલમાં એકતા અને ભાઈચારા વધારવા માટે રમતગમત એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 


"હું પોંસરી અને બીલીમોરાના તમામ આયોજકોને યુવા એકતા માટેના આ સુંદર ઉપક્રમ બદલ અભિનંદન પાઠવુ છું અને શુભેચ્છા વ્યક્ત કરું છું કે આવનારા વર્ષોમાં પણ આ પરંપરા નિમિત્ત થશે." -ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top