ગાંધી મેળો: વેડછીમાં પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલનનો પ્રયોગ

SB KHERGAM
0

 ગાંધી મેળો: વેડછીમાં પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલનનો પ્રયોગ

વેડછી ખાતે ચાલી રહેલા ગાંધી મેળામાં ગાંધી વિદ્યાપીઠ ના ત્રણ વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલન ક્ષેત્રે પ્રયોગાત્મક શિક્ષણ મેળવવાની અનોખી તક સાંપડી.

હાલમાં, આ વિદ્યાર્થીઓ નંદનવન ગીર ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર, સણવલ્લા (મહુવા, જી. સુરત) ખાતે કેન્દ્ર નિવાસ માટે તાલીમ લઈ રહ્યા છે. અહીં તેઓ દેશી ગાયનું ગૌપાલન, ગૌ પંચગવય પ્રોડક્ટની સમજૂતી, વિવિધ કૃષિ પાકો, કીટ નિયંત્રણ, જીવામૃત, ધન જીવામૃત, ઝેરમુક્ત ભોજન-અનાજ ઉત્પાદન, કિચન ગાર્ડન અને બાગાયત પાક સંરક્ષણ જેવી બાબતોનું વ્યવહારુ જ્ઞાન મેળવી રહ્યા છે.

વેડછીમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર

ગાંધી મેળા દરમ્યાન, નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર, સણવલ્લા ના એક સ્ટોલનું સંચાલન પણ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તેઓ દેશી ગાય આધારિત ગૌ પંચગવય ઉત્પાદનો ના વેચાણ વ્યવસ્થાનો અનુભવ મેળવી રહ્યા છે, જેનાથી તેમને માર્કેટિંગ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વ્યાપારનું પ્રાયોગિક જ્ઞાન મળશે.

આ વેચાણ કેન્દ્રનું સંચાલન હર્ષભાઈ પટેલ અને જીજ્ઞાસુંભાઈ ભરતભાઈ પટેલ કરી રહ્યા છે. ગાંધી મેળા દરમિયાન પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ એ સ્ટોલની મુલાકાત લીધી અને પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલન વિષયે માહિતી મેળવી.

પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન – ભવિષ્ય માટેનો માર્ગ

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓની સમજણ, ગૌશાળાનું વ્યવસ્થાપન, તેમજ આર્થિક સ્વાવલંબન માટેના વિકલ્પો અંગે સીધી અનુભૂતિ મળી રહી છે. સંતુલિત કૃષિ અને ગૌપાલનના સંયોજન દ્વારા દેશી ગાયના ઉપયો અને તેનો પ્રભાવ ધરતી માતા પર કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકાય તેવા પ્રયાસો વેડછીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આમ, ગાંધી મેળો ફક્ત એક મેળો નહીં પણ એક અનુભવજન્ય વ્યવહારિક શિક્ષણ છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રકૃતિપ્રેમ, સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનો પાઠ શીખી રહ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top