ખેરગામની આઈ.ટી.આઈમાં વિવિધ ટ્રેડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓનું સન્માન કરાયું.
ખેરગામ: ખેરગામ ખાતે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ2025 નું આયોજન કરાયું હતું.
જેમાં ઉપસ્થિત સરપંચશ્રી ઝરણાબેન પટેલ, પત્રકાર/ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ પટેલ,બરોડા બેંકના મેનેજર દેવકુમાર સંસ્થાના આચાર્ય મયુરભાઈ એમ નાયક,સંસ્થાના ફોરમેન કિશોરભાઈ એમ પટેલ, પ્રતીકભાઈ પટેલ,સુનિલભાઈ પટેલ,સહિત શિક્ષક ગણ તાલીમાર્થીઓ વાલીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે સમારોહની શરૂઆત કરાઈ હતી.ખેરગામ આઈ.ટી.આઈના વિવિધ ટ્રેડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય મયુર એમ નાયકે જણાવ્યું હતું કે તાલીમાર્થીઓએ વિવિધ ટ્રેડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે શ્રેષ્ઠ સર્વાંગી વિદ્યાર્થી નવતર પ્રોજેક્ટ તથા શ્રેષ્ઠ અનુશાસન જેવી ખાસ સિદ્ધિઓ બાબતનું ધ્યાન રાખવું પડશે.ઉપસ્થિત મહેમાનોએ માર્ગદર્શક પ્રવચનોમાં કૌશલ્ય વિકાસ આત્મનિર્ભર ભારત અને રોજગારીની તકો અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ વાલીઓને અને પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ સાથે સંસ્થાના તમામ તાલીમાર્થીઓને પ્રેરણાદાયક એવા ચોથા કૌશલ્ય દીક્ષાંત સમારોહ 2025 જેનું નવી દિલ્હી ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષ આમા આયોજન થયું હતું જે તમામ તાલીમાર્થીઓ દ્વારા નિહાળવાની સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.