તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું.
ખેરગામ, તારીખ:૧૪/૧૨/૨૦૨૫ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.





