વાવ પ્રાથમિક શાળા ખાતે‘નિપુણ ભારત’ અંતર્ગત શામળા ફળિયા CRC ની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

 વાવ પ્રાથમિક શાળા ખાતે ‘નિપુણ ભારત’ અંતર્ગત શામળા ફળિયા CRC ની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.

જૈની કમલેશભાઈ ચૌધરી પ્રથમ ક્રમાંક (નાંધઈ પ્રા . શાળા)

GCERT ગાંધીનગર તથા DIET નવસારીના પ્રેરણાથી ‘નિપુણ ભારત’ અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ હેઠળ કલસ્ટર રિસોર્સ સેન્ટર શામળા ફળિયાની વાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં મૌખિક અને સર્જનાત્મક કૌશલ્ય વિકસે તે હેતુથી વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિભાગ–1 (ફાઉન્ડેશનલ સ્ટેજ) બાલવાટિકા થી ધોરણ 2 માટે યોજાયેલી વાર્તા કથન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જૈની કમલેશભાઈ ચૌધરીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે વાવ પ્રાથમિક શાળાની મિસ્ટી રજનીકાંત પટેલ તથા શામળા ફળિયા પ્રાથમિક શાળાની શ્રૃતિ હિતેશભાઈ પટેલે દ્વિતીય ક્રમાંક મેળવ્યો.


વિભાગ–2 (પ્રિપેરેટરી સ્ટેજ) ધોરણ 3 થી 5 માટે યોજાયેલી વાર્તા કથન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની તિથિ રાજેશભાઈ પટેલ પ્રથમ, પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામની ઇશિકા કમલેશભાઈ પટેલ દ્વિતીય અને પહાડ ફળિયા પ્રાથમિક શાળાની ક્રિષા નિલેશભાઈ પટેલે તૃતિય ક્રમાંક મેળવ્યો.

      તિથિ રાજેશભાઈ પટેલ પ્રથમ ક્રમાંક નાંધઈ પ્રા. શાળા)

વિભાગ–3 (મિડલ સ્ટેજ) ધોરણ 6 થી 8 માટે યોજાયેલી વાર્તા લેખન (વાર્તા નિર્માણ) સ્પર્ધામાં વાવ પ્રાથમિક શાળાની હની લાલજીભાઈ પટેલ પ્રથમ, શામળા ફળિયા પ્રાથમિક શાળાની નેન્સી હિતેશભાઈ પટેલ દ્વિતીય તથા નવી ભૈરવી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ઉપાસક દિવ્યેશભાઈ પટેલે તૃતિય ક્રમાંક મેળવ્યો.

              હની લાલજીભાઈ પટેલ પ્રથમ ક્રમાંક (વાવ પ્રા. શાળા)

તમામ વિજેતા તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને કેન્દ્ર શિક્ષિકા શ્રીમતી મેનેશબેન પટેલ તથા શામળા ફળિયા CRC કો-ઓર્ડિનેટર શ્રીમતી ટીનાબેન પટેલ દ્વારા અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. આ સ્પર્ધામાં શામળા ફળિયા ક્લસ્ટરની કુલ 10 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top