ખેરગામની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ખેરગામની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ તારીખ 04/12/2026ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઑફ યુનિટી તથા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પોઇચાની મુલાકાત લીધી. પ્રવાસથી વિદ્યાર્થીઓને દેશના મહાન નેતાઓના યોગદાન, રાષ્ટ્રીય એકતા, કુદરતી સૌંદર્ય અને સંસ્કૃતિ અંગે પ્રત્યક્ષ જાણકારી મળી. શૈક્ષણિક પ્રવાસે વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે ઉત્સાહ અને શિસ્તભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.




