પણંજ પ્રાથમિક શાળામાં દાતાશ્રીઓના સહયોગથી વિદ્યાર્થીઓ માટે સેવાકીય પહેલ.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પણંજ ગામમાં આવેલી વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના કલ્યાણાર્થે દાતાશ્રીઓના સહયોગથી બે મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા.
તા. 21/02/2026ના રોજ ગામ પણંજ, કણબીવાડના પ્રિયાબેન પ્રકાશભાઈ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને પાઉચનું વિતરણ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન આપનાર ઉત્તમ પહેલરૂપ બન્યું.
તે જ રીતે તા. 23/02/2026ના રોજ કણબીવાડના રાકેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટર સહાય માટે ઉદાર આર્થિક સહયોગ આપવામાં આવ્યો. આ સહયોગના પરિણામે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સ્વેટરની સુવિધા ઉપલબ્ધ બની છે, જે ઠંડીના મોસમમાં તેમના આરોગ્ય, નિયમિત હાજરી અને અભ્યાસમાં પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપેલ આ માનવતાભર્યા સહયોગ બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક આભાર તથા અભિનંદન વ્યક્ત કરવામાં આવે છે. તમામ દાતાશ્રીઓનો શાળાના આચાર્ય / ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી શ્રી પરેશભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


