માનનીય કેબિનેટ મંત્રીશ્રી Nareshbhai Patel અને માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી Kanjibhai Patel દ્વારા સ્વ. બહાદુરભાઈ પટેલને શ્રદ્ધાંજલિ.
ખેરગામ તાલુકાના નારણપોર ગામે આજે માનનીય કેબિનેટ મંત્રીશ્રી Nareshbhai Patel તથામાનનીય પૂર્વ ધારાસભ્યશ્રી Kanjibhai Patel દ્વારા સ્વર્ગસ્થ બહાદુરભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે તેઓએ સ્વ. બહાદુરભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોને મળીને દુઃખની આ ઘડીમાં સાંત્વના પાઠવી હતી અને સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. બહાદુરભાઈ પટેલ ગામ તથા સમાજમાં તેમના સેવાભાવી સ્વભાવ અને લોકહિતના કાર્યો માટે જાણીતા હતા.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ખેરગામ ભાજપ ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ ટેલર, ખેરગામ મહામંત્રી ચેતનભાઈ અને વિજયભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્વ. બહાદુરભાઈના 93 વર્ષીય નજીકના મિત્ર મગનકાકા પણ હાજર રહી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઉપસ્થિત આગેવાનો અને ગામજનો દ્વારા સ્વ. બહાદુરભાઈ પટેલના સમાજપ્રતિના યોગદાનને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ પરિવારજનોને ધીરજ અને શક્તિ મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
[Naresh Patel, Kanji Patel, Bahadurbhai Patel, Naranpor Village, Khergam Taluka, BJP Khergam, Shailesh Taylor, Chetan Patel, Vijay Rathod, Magan Kaka, Tribute, Condolence Visit, Gujarat Politics, Khergam News, Navsari District, Gujarat News, Political Visit, Shraddhanjali, Obituary News, Village News, khergamblogger , edublogger, khergamedublogger Activities, Community News, Local Leadership]



