ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા.
તારીખ 15 માર્ચ 2026ના રોજ ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. ડેબરપાડા અને ગૌરી ગામમાં ડામર રસ્તા બનાવવાના કામ, પાટી ગામે સ્મશાનભૂમિ પાસે શેડ બનાવવાનું કામ તેમજ પ્રાથમિક શાળામાં પાણીના બોરનું કામ, તેમજ પાણીખડક ગામે સ્મશાનભૂમિ પાસે શેડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, નવસારી જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ચેતનભાઈ પટેલ અને મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
તે ઉપરાંત ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ, ગૌરીના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, વડપાડાના સરપંચ શ્રી પંકજભાઈ, પાટી ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નાયક તથા પાણીખડક ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સાથે સાથે પાણીખડકના ભાજપ આગેવાન પરેશભાઈ ગાયકવાડ, પાટી ગામના આગેવાન કાંતિભાઈ અને બાબુભાઈ પટેલ સહિત તમામ ગામોના પંચાયત સભ્યો, આગેવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વિકાસ કાર્યો દ્વારા ગામોમાં મૂળભૂત સુવિધાઓમાં વધારો થશે અને સ્થાનિક લોકોને વધુ સગવડ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Khergam, Khergam Taluka, Navsari District, Debarpada Village, Gauri Village, Pati Village, Panikhadak Village, Village Development, Road Work, Asphalt Road, Smashan Shed Work, School Borewell Work, Gujarat Village Development, BJP Khergam, Liteshbhai Gamit, Sumitraben Garasia, Chetanbhai Patel, Vijaybhai Rathod, Ashwinbhai Patel, Prakashbhai Patel, Mahendrabhai Nayak, Pankajbhai, Pareshbhai Gaikwad, Khergam News, Navsari Local News, Gujarat Development News.





