ખેરગામ પોલીસની સરાહનીય કામગીરી: ખોવાયેલા 5 મોબાઇલ માલિકોને પરત સોંપાયા.

SB KHERGAM
0

    ખેરગામ પોલીસની સરાહનીય કામગીરી: ખોવાયેલા 5 મોબાઇલ માલિકોને પરત સોંપાયા.


ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ખોવાયેલ અલગ-અલગ કંપનીઓના કુલ 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 60,397/-) શોધી કાઢી મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા.


નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. ચાંદુના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ખોવાયેલ મોબાઇલ તથા મોબાઇલ ચોરીના ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અનુસંધાને ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વિસ્તારના વિવિધ ગામોમાંથી ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોબાઇલ ધારકોની ઓળખ પુષ્ટિ કરી તેમને તેમના મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા.


શોધી કાઢેલ મોબાઇલની વિગતો:

REALME C61 – રૂ. 7,700/-

VIVO 5G – રૂ. 14,499/-

OPPO મોબાઇલ – રૂ. 10,200/-

VIVO મોબાઇલ – રૂ. 13,999/-

VIVO Y28 – રૂ. 13,999/-

કામગીરી કરનાર પોલીસ ટીમ:

પી.ડી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર

એચ.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર

આશીષભાઈ મનુભાઈ

નિતિનભાઈ સુમનભાઈ

સુનિલભાઈ વિનોદભાઈ

ભાવેશભાઈ કનુભાઈ

કમલેશભાઈ રમેશભાઈ

પ્રિયંકાબેન જયંતિભાઈ

આ કામગીરી ખેરગામ પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થાય છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top