વલસાડમાં બહાદુર પોલીસ જવાનોને સન્માન — પૂર દરમિયાન બચાવ કામગીરીની પ્રશંસા

SB KHERGAM
0

 

વલસાડમાં બહાદુર પોલીસ જવાનોને સન્માન — પૂર દરમિયાન બચાવ કામગીરીની પ્રશંસા.

વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬:
વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં ફરજ દરમિયાન ઉત્તમ સાહસ અને જવાબદારીનું પ્રદર્શન કરનાર પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ૧૦ પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી.

તાજેતરમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓએ જોખમ વચ્ચે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કોપરલી-અંભેટી માર્ગ પર પાણીમાં ફસાયેલી ખાનગી બસમાંથી ૩૯ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય એક ઘટનામાં પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે લાંબા સમયથી ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી હવાઈ માર્ગે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુમ થયેલા બાળકને ઝડપી શોધી પરિવારને સોંપવા, ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા તેમજ પૂરના પાણીમાં ફસાયેલા ટેન્કરચાલક અને પશુધનને બચાવવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

સન્માનિત જવાનોની કામગીરીમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઝડપી નિર્ણયશક્તિ અને માનવતાનો સમન્વય જોવા મળ્યો હતો. વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કરવામાં આવેલી આ કામગીરી સમગ્ર પોલીસ તંત્ર માટે પ્રેરણારૂપ બની છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top