બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું યોગાસન અને ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન.

SB KHERGAM
0

  

બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું યોગાસન અને ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન.

ખેરગામ: પાટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી યોગાસન અને ચેસ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

યોગાસન સ્પર્ધામાં પાર્થ વિનયભાઈ પટેલ અને હેની રસિકભાઈ અટારાએ પ્રથમ સ્થાન મેળવી વિજય મેળવ્યો હતો. જ્યારે પ્રિયાશી રાજેશભાઈ પટેલએ દ્વિતીય સ્થાન અને વિનય ભગુભાઈ પટેલએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. યોગાસન સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાને કુલ 15 પોઈન્ટ મળ્યા હતા.

ચેસ સ્પર્ધામાં પણ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. U-14 કેટેગરીમાં જેનિશ નિલેશભાઈ પટેલ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે U-11 કેટેગરીમાં પ્રિયાશી નિલેશભાઈ બોરછા, નીત દિપકભાઈ મામલા અને જહાન્વી પરેશભાઈ પટેલએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત U-11 કેટેગરીમાં ભવ્યા વિપુલકુમાર પટેલએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top