તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી

SB KHERGAM
0

 

તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી.

ખેરગામ, તા. ૧: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં કાર્યરત ચાર આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત **‘આંગણ ઉત્સવ ૨૦૨૬’**ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યશ્રીમતી શિલ્પાબેન વાઢું, ગ્રામ પંચાયતના સભ્ય તથા યુવા આગેવાન શ્રી ભાવેશ વાઢું તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેમાંગ ટંડેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચારેય આંગણવાડી કેન્દ્રો ખાતે મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.


આ પ્રસંગે આચાર્ય શ્રી હેમાંગ ટંડેલે બાળકોના પ્રારંભિક શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે બાળપણમાં બાળક ખૂબ ઝડપથી શીખે છે. આંગણવાડીમાં બાળક અન્ય બાળકો સાથે રહીને સામાજિક અને શૈક્ષણિક કૌશલ્યો વિકસાવે છે અને શાળામાં પ્રવેશ બાદ તેનો લાભ મળે છે. બાળકોના સારા શિક્ષણ માટે વાલીઓએ બાળપણથી જ સારા સંસ્કારો


અને સારી ટેવો કેળવવા પર ધ્યાન આપવું જોઈએ.

રાષ્ટ્રીય પોષણ માસનો મુખ્ય હેતુ માતાઓ, કિશોરીઓ અને બાળકોમાં પોષણ અંગે જાગૃતિ વધારવાનો, કુપોષણ દૂર કરવાનો અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા તોરણવેરાની કિશોરીઓ દ્વારા ચિત્રકામ કરવામાં આવ્યું હતું.

બાળકો અને માતાઓને **ટેક હોમ રેશન (THR)**ના મહત્વ તેમજ તેમાં રહેલા પોષક તત્વો અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે THRનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્ષ દરમિયાન પોષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર બહેનો અને આરોગ્ય વિભાગના ફિલ્ડ સ્ટાફને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કિશોરીઓને ચિત્રકામ માટે પ્રમાણપત્રો તેમજ બાળકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.


તોરણવેરા ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે ગામના લોકપ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે.

ચારેય આંગણવાડી કેન્દ્રોની બહેનો અને વાલીઓના સહયોગથી ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top