બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન; 15 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમશે.

SB KHERGAM
0

  બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન; 15 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમશે.

ખેરગામ, તા. 1 ઓક્ટોબર 2026:

ખેરગામ દાદરા ગ્રાઉન્ડ ખાતે તા. 1/10/2026ના રોજ 2026 ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

સ્પર્ધામાં શાળાના 13 બાળકોએ પ્રથમ ક્રમ, 10 બાળકોએ દ્વિતીય ક્રમ અને 4 બાળકોએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. કુલ 16 વિદ્યાર્થીઓએ 27 ઇવેન્ટમાં વિજેતા બની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.


આમાંથી 15 વિદ્યાર્થીઓ 23 ઇવેન્ટમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી સેજલભાઈ, TPO શ્રી મનિષભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ, BRC શ્રી વિજયભાઈ, શિક્ષકગણ તથા ગ્રામજનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top