સિંહગઢ કિલ્લો : મહારાષ્ટ્ર
સિંહગઢ કિલ્લો, જેને કોંધાણા કિલ્લો તરીકે પણ ઓળખાય છે, એ એક ઐતિહાસિક કિલ્લો છે, જે ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરથી લગભગ 25 કિલોમીટર દક્ષિણપશ્ચિમ તરફ ભૂલેશ્વર રેન્જમાં એક ટેકરીની ટોચ પર સ્થિત છે.
સિંહગઢ કિલ્લાનો સમૃદ્ધ ઇતિહાસ 14 મી સદીનો છે, જ્યારે તેને "કોંધાણા કિલ્લો" તરીકે ઓળખવામાં આવતો હતો. શરૂઆતમાં તે સતવાહન, ચાલુક્ય અને યાદવ સહિતના વિવિધ વંશના નિયંત્રણમાં હતું. આદિલ શાહે સરદાર સિધ્ધિ અંબર ને સમજી કોંધાણા કિલ્લા ને પોતાના રાજ્યમાં સમાવી લીધો છે.
જે પછી 1647 માં છત્રપતિ શિવાજી મહારાજે તેનું નામ બદલીને "સિંહગઢ કિલ્લો" રાખ્યું પરંતુ 1649 માં આદિલ શાહજી મહારાજે કિલ્લો પરત કરવો પડ્યો.
1670 માં છત્રપતિ શિવાજી મહારાજ ના બહાદુર સેનાપતિ તાનાજી માલુસરે પાછા કબજો કરાવ્યો. આ કિલ્લો મોગલ સેના પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો, જેણે શિવાજીની પ્રારંભિક જીત બાદ તેને જપ્ત કર્યો હતો.
તનાજી ના યુદ્ધ દરમ્યાન થયેલા પરાક્રમી અને બલિદાન એ તેમને શાશ્વત કીર્તિ અને બિરુદ "સિંહગઢ કા મોર" આપ્યું. અને આ કિલ્લો મરાઠા સામ્રાજ્યનો અભિન્ન ભાગ બન્યો. આ કિલ્લાને મરાઠા સામ્રાજ્ય દરમિયાન નોંધપાત્ર ખ્યાતિ મળી હતી, ખાસ કરીને મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના શાસન
1818માં ત્રીજા એંગલ-મરાઠા યુદ્ધ દરમિયાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સિંહગઢ કિલ્લા પર કબજો કર્યો હતો. 1947માં ભારતને આઝાદી ન મળી ત્યાં સુધી આ કિલ્લો બ્રિટિશ નિયંત્રણમાં રહ્યો.