તાપી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી: સરકારી કચેરીઓમાં શપથ ગ્રહણ અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પ
તાપી જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ઉજવણીના ભાગરૂપે શપથ લેવાયા, જે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા. ૩૧ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ વખતે ૩૧ ઓક્ટોબરે જાહેર રજાની ઘોષણા હોવાથી, તા. ૩૦ ઓક્ટોબરે આ શપથ લેવાયા હતા.
આ તકે, તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ સાહેબની અધ્યક્ષતામાં શપથ લેવાયા હતા. સાથે, જિલ્લા પંચાયત સભાખંડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને પ્રાયોજના વહિવટદાર કચેરીમાં પણ અધિકારી/કર્મચારીઓએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવતા શપથ લીધા હતા.