દાહોદમાં પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિ : ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીનું ખેડૂતોને માર્ગદર્શન
દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓએ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો. આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ દાહોદના વિવિધ ગામોમાં ૨૧ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર દરમિયાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવી.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં દેશી ગાયના મળ-મૂત્રનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને પાકમાં સ્વાદ અને ગુણવત્તા સુધરે છે. રાસાયણિક ખાતરો અને દવાઓથી થતા પ્રદૂષણ અને સ્વાસ્થ્ય પરના આંચકા ટાળવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી વધુ સારું છે.
દાહોદ જિલ્લામાં ખેતીવાડી, બાગાયતી વિભાગ અને આત્મા પ્રોજેક્ટની સહાયથી ખેડૂતોને આ પદ્ધતિ તરફ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. આ વિભાગો દ્વારા વિવિધ સહાય યોજનાઓ અને આર્થિક સહાયો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી ખેડૂતો વધુ આત્મનિર્ભર બની શકે.